ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર 12 મેચ બુધવારે અહીં સતત વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ગ્રુપ વનની આ મેચ IST 1.30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે ખેલાડીઓ મેદાનમાં ઉતરી શક્યા ન હતા.
નિરીક્ષણ માટે નિર્ધારિત સમયની અંદર કવર દૂર કરવામાં આવ્યા હતા પરંતુ ફરીથી ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ બંધ ન થતાં અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ રીતે આ મેચમાં બંને ટીમોએ એક-એક પોઈન્ટ શેર કર્યા હતા.
અગાઉ વરસાદથી પ્રભાવિત મેચમાં આયર્લેન્ડે ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. સુપર 12માં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન બંનેની આ બીજી મેચ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 89 રનથી હરાવ્યું હતું જ્યારે અફઘાનિસ્તાનને ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
Match abandoned at the @MCG with heavy rain continuing to fall in Melbourne. We share the points with @ACBofficials. #T20WorldCup pic.twitter.com/EjIdcYA0Xg
— BLACKCAPS (@BLACKCAPS) October 26, 2022