T-20

T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ધમાકેદાર મેચ

Pic- khel now

ICCએ મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. અગાઉ આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં યોજાવાની હતી પરંતુ હાલમાં ત્યાં અસ્થિરતાનું વાતાવરણ છે.
આ કારણોસર, ટૂર્નામેન્ટને બાંગ્લાદેશથી UAEમાં ખસેડવામાં આવી છે અને ICCએ નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત 3 ઓક્ટોબરે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની મહિલા ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાશે.

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ 10 ટીમોને બે ગ્રુપ A અને Bમાં વહેંચવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં કુલ 4 મેચ રમશે. દરેક ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પ્રથમ સેમીફાઇનલ 17મીએ અને બીજી સેમીફાઇનલ 18મી ઓક્ટોબરે છે.

સેમિફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પ્રવેશ કરશે તો તે પ્રથમ સેમીફાઈનલ રમશે. દુબઈ અને શારજાહ સહિત કુલ 23 મેચો રમાશે.

Exit mobile version