ટી-20 વર્લ્ડ કપ માટે BCCI એ બુધવારે ભારતીય ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે. BCCI એ ટીમના પાંચ ખેલાડીઓ સાથે નવી જર્સી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. BCCI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ટીમના પાંચ મહત્વના ખેલાડીઓ છે. ભારતીય ટીમ આ જર્સીમાં ટી 20 વર્લ્ડ કપમાં જોવા મળશે. ભારતીય ટીમની નવી જર્સીને આવી રીતે સારી રીતે આવકારવામાં આવી કે તમને પણ ગર્વ થશે. ભારતીય ટીમની નવી જર્સી વિશ્વની સૌથી ઊચી ઇમારત બુર્જ ખલીફા અથવા બુર્જ દુબઇમાં બતાવવામાં આવી હતી. આ ક્ષણ BCCI દ્વારા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે BCCI એ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં બુર્જ ખલીફા ભારતીય ટીમની તસવીરોથી ચમકતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં કેપ્ટન વિરાટ કોહલી, હિટમેન રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા જસપ્રીત બુમરાહ જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતાં BCCI એ લખ્યું કે જર્સીની પેટર્ન ચાહકોના અબજો ચીઅર્સથી પ્રેરિત છે.
The Team India World Cup jersey unveil gets bigger and better with a projection on the iconic Burj Khalifa.
Watch the historic moment here! @mpl_sport #BillionCheersJersey #ShowYourGame #TeamIndia pic.twitter.com/Ee8S6rGD6c
— BCCI (@BCCI) October 14, 2021
ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમ કોઈપણ કિંમતે આ મેચ જીતવા ઈચ્છશે. કારણ કે ભારતીય ટીમ ક્યારેય વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી.
Presenting the Billion Cheers Jersey!
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
Get ready to #ShowYourGame @mpl_sport.
Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2
— BCCI (@BCCI) October 13, 2021
