એશિયા કપ 2023ના સ્થળને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હાલમાં આ વિવાદ હજુ અટક્યો ન હતો કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ શુક્રવારે સવારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી ઘણા ચાહકો ચોંકી ગયા હશે.
વાસ્તવમાં બોર્ડે આગામી ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે 14 સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ સાથે, બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ લીગ તબક્કામાં ત્રણ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે.
વાસ્તવમાં BCCIએ પુરુષોના એશિયા કપ માટે આ ટીમ જાહેર કરી નથી. તેના બદલે બોર્ડે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત A ની ટીમ અને મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ માટે ટીમમાં 14 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. ભારતીય ટીમ 13મી જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન 17 જૂને ટીમ પાકિસ્તાન સામે પણ મેચ રમશે.
ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ:
ભારત એ વિ હોંગ કોંગ – 13 જૂન 2023
ભારત A વિ થાઇલેન્ડ A – 15 જૂન 2023
ભારત A વિ પાકિસ્તાન A – 17 જૂન 2023
ટીમ ઈન્ડિયાની સંપૂર્ણ ટીમ:
શ્વેતા સેહરાવત (કેપ્ટન), સૌમ્ય તિવારી (વાઈસ-કેપ્ટન), ત્રિશા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટિલ, કનિકા આહુજા, ઉમા ક્ષેત્રી, મમતા માડીવાલા (વિકેટ-કીપર), તિતાસ સંધુ, યશશ્રી એસ, કશ્વી ગૌતમ, પાર્શ્વી ચોપરા, મન્નત કશ્યપ, બી અનુષા.
આ ટુર્નામેન્ટ હોંગકોંગમાં રમાશે. આ માટે ટીમોને બે ગ્રુપ A અને Bમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર ટીમો છે. બાંગ્લાદેશ A, શ્રીલંકા A, મલેશિયા A અને UAE A ને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. 12મી જૂનથી શરૂ થઈ રહી છે. ફાઇનલ મેચ 21 જૂને રમાશે.
🚨 NEWS 🚨: BCCI announces India ‘A’ (Emerging) squad for ACC Emerging Women’s Asia Cup 2023. #WomensEmergingTeamsAsiaCup #ACC
More Details 🔽https://t.co/Xffh1IW5JJ
— BCCI Women (@BCCIWomen) June 2, 2023
