ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીની બીજી મેચ આજે રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચ જીતીને લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ આજની મેચ જીતીને સિરીઝમાં મજબૂત પકડ બનાવવાનો પ્રયાસ કરશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજની મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ ભલે પહેલી મેચ સરળતાથી જીતી ગઈ હોય, પરંતુ આજે તેની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ છ વિકેટ ગુમાવીને 190 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ આ સ્કોર સુધી પહોંચવામાં જે ખેલાડીનું કોઈ યોગદાન નથી તે છે શ્રેયસ અય્યર. આવી સ્થિતિમાં બીજી મેચમાં તેનું સ્થાન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. દીપક હુડા અને સંજુ સેમસનને પ્રથમ મેચમાં તક આપવામાં આવી ન હતી, જ્યારે તેઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. કદાચ આજની મેચમાં કોઈ ખેલાડીને તક આપવી જોઈએ. દીપક હુડ્ડા ત્રીજા નંબર પર રમી શકે તેવી શક્યતા છે.
આ સાથે બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવને પણ પ્રથમ મેચમાં તક આપવામાં આવી ન હતી. રવિ બિશ્નોઈ વિશેષજ્ઞ સ્પિનર તરીકે રમતા જોવા મળ્યા હતા. જેમાં રવિ બિશ્નોઈએ પણ બે વિકેટ ઝડપી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને પણ બે વિકેટ પોતાના નામે કરી હતી, તેથી આ બંનેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા, ઋષભ પંત, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.