T-20

T20 વર્લ્ડ કપ માટે આ તારીખે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શું હર્ષલને મળશે તક?

એશિયા કપ-2022માં સુપર-4 રાઉન્ડની તેમની અંતિમ મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું. ભારત હવે ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે.

બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ પછી ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં 16 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આ ગ્લોબલ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી.

પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ હાલમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ફિટનેસને લઈને ચિંતિત છે. બંને ફાસ્ટ બોલરોને NCA, બેંગ્લોરમાં બોલાવવામાં આવ્યા છે. હવે તેણે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ રિપોર્ટ બાદ જ આ બે પેસરોની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે.

પસંદગી સમિતિના સભ્યએ ઇનસાઇડ સ્પોર્ટને જણાવ્યું હતું કે, “તમામ બોર્ડ પાસે તેમની ટીમો સબમિટ કરવા માટે થોડા દિવસો બાકી છે. અમને જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલના ફિટનેસ અપડેટની જરૂર છે. તેથી જ્યારે બધું થઈ જશે ત્યારે અમે ટીમની જાહેરાત કરીશું, જસપ્રિત ઈજાનું મૂલ્યાંકન કરવા માટે આ અઠવાડિયે એનસીએમાં આવે તેવી અપેક્ષા છે. પછી અમે તેના વિશે વધુ જાણીશું.’

બીસીસીઆઈના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બોર્ડની સિનિયર સિલેક્શન કમિટીની બેઠક 16 સપ્ટેમ્બરે યોજાવાની છે. ટીમ સબમિટ કરવાની આ છેલ્લી તારીખ છે.

Exit mobile version