T-20

33 વર્ષીય આ ખેલાડીને બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની કમાન મળી

ઓક્ટોબરમાં ટી-20 વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે…

 

મંગળવારથી ઢાકામાં શરૂ થનારી બાંગ્લાદેશ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટી-20 સિરીઝ માટે મેથ્યુ વેડને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, કારણ કે ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ઘૂંટણની ઈજાના કારણે નિયમિત કેપ્ટન એરોન ફિન્ચ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. એરોન ફિન્ચ ઘૂંટણની સર્જરી કરાવીને ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે.

એરોન ફિન્ચની ગેરહાજરીમાં 33 વર્ષીય મેથ્યુ વેડને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જેને બીજી વખત કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની કારકિર્દીમાં બીજી વખત તેને કેપ્ટનનું આર્મ-બેન્ડ આપવામાં આવ્યું હતું. અગાઉ ડિસેમ્બરમાં મેથ્યુ વેડને ઓસ્ટ્રેલિયામાં ભારત સામે બીજી ટી-20 મેચ દરમિયાન ટીમની આગેવાની કરવાની તક મળી હતી.

નિયમિત ઉપ-કેપ્ટન પેટ કમિન્સ સહિત કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ પ્રવાસ પર નથી કારણ કે ઓસ્ટ્રેલિયાએ સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.

એલેક્સ કેરીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની 2-1 શ્રેણીની જીત દરમિયાન ફિન્ચ તરફથી વન-ડે ટીમના કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને વેડ માને છે કે તેના અનુભવથી વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 શ્રેણીની હાર બાદ ઓસ્ટ્રેલિયાની યુવા બેટિંગ લાઈન-અપને મદદ મળી શકે છે.

Exit mobile version