T-20

ફાઇનલમાં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઇંગ્લૈંડ-પાકિસ્તાનની ટીમ મૈદાનમાં ઉતરશે

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. બંને ટીમોએ ખિતાબની લડાઈ માટે પોતાની તૈયારીઓ ચુસ્ત કરી લીધી છે. બંને ટીમો ફાઈનલ જીતીને બીજી વખત ટ્રોફી ઉપાડવા પર નજર રાખશે.

પાકિસ્તાન પ્રથમ વખત 2009માં ચેમ્પિયન બન્યું હતું જ્યારે ઈંગ્લેન્ડે 2010માં આ ખિતાબ જીત્યો હતો. આ મેચ માટે તમામની નજર બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન પર છે. ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડની નજર ડેવિડ મલાનની ફિટનેસ પર રહેશે, આ ખેલાડી ઈંગ્લેન્ડ માટે ઘણો મહત્વનો છે. જો મલન ફિટ છે, તો બટલર પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં 100% તક આપશે.

પાકિસ્તાન પોસિબલ XI: મોહમ્મદ રિઝવાન (wk), બાબર આઝમ (c), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

ઈંગ્લેન્ડ પોસિબલ ઈલેવન: જોસ બટલર (c&wk), એલેક્સ હેલ્સ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રશીદ

Exit mobile version