T-20

ઇંગ્લેન્ડની ટીમે ભારત સામે ટી-20 શ્રેણી માટે 16 ખિલાડીયોની લિસ્ટ જાહેરાત કરી

ફરી એકવાર ટી 20 ટીમનો કપ્તાન ઈયોન મોર્ગનને સોંપાયો છે…

ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ શરૂ થનારી પાંચ મેચની ટી -20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમની ઘોષણા કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ દ્વારા 12 માર્ચથી શરૂ થનારી આ સિરીઝ માટે 16 સભ્યોની ટુકડીની પસંદગી કરવામાં આવી છે.

આઈસીસીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. ફરી એકવાર ટી 20 ટીમનો કપ્તાન ઈયોન મોર્ગનને સોંપાયો છે. આ ટીમમાં જોની બેરસ્ટો, સેમ કરન, ટોમ કરન અને મોઇન અલી પણ છે. જોફ્રા આર્ચર પેસ બોલિંગની આગેવાની લેશે. ટીમમાં માર્ક વુડ અને બેન સ્ટ્રોક્સ પણ છે.

નોંધપાત્ર વાત એ છે કે, હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું હતું. આની સાથે, મુલાકાતી ટીમ શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવવામાં સફળ રહી છે. બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં 13 ફેબ્રુઆરીથી રમાશે.

Exit mobile version