યુવા ફ્રેન્ચ બેટ્સમેન ગુસ્તવ મેક્યોન તેની બીજી મેચમાં સૌથી નાની વયની ટી20 ઈન્ટરનેશનલ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
તેણે સ્વિટ્ઝર્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યાં તેણે 61 બોલમાં 109 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ગુસ્તવ હાલમાં 18 વર્ષ અને 280 દિવસનો છે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં શાનદાર અડધી સદી પણ ફટકારી હતી. તેણે રવિવારે રમાયેલી મેચમાં ચેક રિપબ્લિક સામે 54 બોલમાં 76 રન બનાવ્યા હતા.
જોકે, તેની રેકોર્ડ ઇનિંગ્સ છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મેચમાં સ્વિટ્ઝર્લેન્ડનો 1 વિકેટે વિજય થયો હતો. સ્વિટ્ઝર્લેન્ડને 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
T20I world record alert 🚨https://t.co/FaDuazfGUM
— ICC (@ICC) July 26, 2022
ગુસ્તવની આ સદી સાથે બે વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા આ રેકોર્ડ અફઘાનિસ્તાનના બેટ્સમેન હઝરતુલ્લા જાઝાઈના નામે હતો, જેણે 20 વર્ષ 337 દિવસની ઉંમરમાં સદી રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2019માં આયર્લેન્ડ સામેની મેચમાં 62 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા.
T20I સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી:
ગુસ્તવ મેક્યોન – 18 વર્ષ 280 દિવસ, ફ્રાન્સ વિ સ્વિટ્ઝર્લેન્ડ, 2022
હઝરતુલ્લા જાઝાઈ – 20 વર્ષ 337 દિવસ, અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ, દેહરાદૂન, 2019
શિવકુમાર પેરિયાલવર – 21 વર્ષ 161 દિવસ રોમાનિયા વિ તુર્કી, ઇલ્ફોવ કાઉન્ટી, 2019
ઓર્કિડ તુઈસેંજ, 21 વર્ષ 190 દિવસ, રવાન્ડા વિ સેશેલ્સ, કિગાલી, 2021
દીપેન્દ્ર સિંહ એરી, 22 વર્ષ 68 ડિમ, નેપાળ વિરુદ્ધ મલેશિયા, કાઠમંડુ, 2022

