IND vs AUS T20I શ્રેણી ભારતીય મહિલા ટીમ 9 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I શ્રેણી રમશે. આ માટે BCCIએ ભારતીય મહિલા ટીમના 15 સભ્યોની જાહેરાત કરી છે.
ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. સાથે જ સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.
અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા સામે આગામી પાંચ મેચની માસ્ટરકાર્ડ T20I શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. હરમનપ્રીત કૌર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે. સીરિઝની પ્રથમ બે મેચ ડૉ.ડી.વાય.પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં યોજાશે. જ્યારે બાકીની ત્રણ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાશે.
ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર ઈજાના કારણે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદન જારી કરીને આની જાહેરાત કરી હતી. મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વૈદ્ય જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2022 મેચો:
પ્રથમ T20I મેચ શુક્રવાર, 9 ડિસેમ્બરે DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
બીજી ટી20 ડીવાય પાટીલ ખાતે રવિવાર, 11 ડિસેમ્બરે,
ત્રીજી ટી20 સીસીઆઈ ખાતે બુધવારે, 14 ડિસેમ્બરે,
ચોથી ટી20 શનિવારે, 17 ડિસેમ્બરે સીસીઆઈ ખાતે
પાંચમી ટી20 સીસીઆઈ સ્ટેડિયમમાં, મંગળવાર, 20 ડિસેમ્બરે રમાશે.
#TeamIndia squad:
Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Yastika Bhatia (wk), Jemimah Rodrigues, Deepti Sharma, Radha Yadav, Rajeshwari Gayakwad, Renuka Singh Thakur, Meghna Singh, Anjali Sarvani, Devika Vaidya, S Meghana, Richa Ghosh (wk), Harleen Deol.— BCCI Women (@BCCIWomen) December 2, 2022
ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમઃ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વાઘેલા એસ મેઘના, રિચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ
નેટ બોલર – મોનિકા પટેલ, અરુંધતી રેડ્ડી, એસબી પોખરકર, સિમરન બહાદુર