T-20

નામિબિયાના આ બોલરે પ્રથમ ઓવરમાં જ બનાવ્યો ટી-20માં આનોખો રેકોર્ડ

નામિબિયાના રુબેન ટ્રમ્પલમેને ICC ટી-20 વર્લ્ડ કપના સુપર 12ની પહેલી જ ઓવરમાં ઈતિહાસ રચ્યો હતો. 23 વર્ષીય બોલરે ટી-20 ઈન્ટરનેશનલમાં ચાર બોલમાં ત્રણ વિકેટ લઈને મોટો રેકોર્ડ બનાવ્યો છે. બુધવારે નામિબિયાએ આ બોલરની શાનદાર બોલિંગના દમ પર સ્કોટલેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી.

નામિબિયાના કેપ્ટને સ્કોટલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલિંગ કરવા માટે પ્રથમ ઓવર લેતા, રુબેન ટ્રમ્પમેને કંઈક એવું કર્યું જે ટી-20 ઇન્ટરનેશનલમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું. 23 વર્ષીય બોલરે એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગનું પરિણામ એ આવ્યું કે સ્કોટલેન્ડ શરૂઆતના મારામારીમાંથી બહાર નીકળી શક્યું નહીં. સ્કોટલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. જવાબમાં નામિબિયાએ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

આ ઐતિહાસિક ઓવરની પ્રશંસા કરતા ICCએ તેને પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેને સૌથી અદ્ભુત ઓવર કહેવામાં આવી હતી. ટ્રમ્પલમેને આ મેચમાં 4 ઓવરની બોલિંગમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. માત્ર 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ ધરાવતા આ બોલિંગે છઠ્ઠી મેચમાં જ અજાયબી કરી બતાવી હતી. આ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.

 

Exit mobile version