
JSCA સ્ટેડિયમ (ઝારખંડ સ્ટેટ્સ ક્રિકેટ એસોસિએશન) ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ફરીથી રમાશે. લગભગ 2 મહિના બાદ 19 નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 20-20 મેચ રમાશે. લગભગ બે વર્ષ સુધી રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ન હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી વન-ડે મેચ 8 માર્ચે 2019માં રમાઈ હતી.
રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અહીં પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2017માં 16 થી 20 માર્ચ દરમિયાન રમાઈ હતી. 19 જાન્યુઆરી 2013ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. જ્યારે 12 ફેબ્રુઆરી 2016ના રોજ જેએસસીએ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે સોમવારે 2021/22 સ્થાનિક સિઝન માટે ભારતીય પુરુષ ટીમના સમયપત્રકની જાહેરાત કરી હતી. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના ત્રણ દિવસ બાદ 17 નવેમ્બરથી ભારતની ઘરેલુ સિઝન શરૂ થશે. BCCI એપેક્સ કાઉન્સિલે સોમવારે યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમને મંજૂરી આપી હતી. ભારત આ સમયગાળા દરમિયાન ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને 14 ટી 20 મેચનું આયોજન કરશે.
