ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માં આજે એક રોમાંચક રવિવાર છે. આજની ત્રીજી મેચમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. બંને ટીમો વચ્ચેની મેચ પર્થ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે આ વર્ષે આ નવમી T20I મેચ હશે. ટી-20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સિરીઝમાં મુકાબલો થયો હતો, જ્યાં ટીમ ઈન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી હતી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સતત બે મેચ જીતીને ગ્રુપ-2 ટેબલમાં ટોપ પર છે જ્યારે સાઉથ આફ્રિકા બીજા નંબર પર છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ 24મો મુકાબલો હશે. આ 23 મેચોમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો દબદબો છે. ભારતે છેલ્લી 23 મેચોમાં દક્ષિણ આફ્રિકા સામે 13 મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ખાતામાં 9 જીત છે. બંને ટીમો વચ્ચેની મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
ICC T20 વર્લ્ડ કપની મેચોમાં પણ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાની ટીમ પર ભારે રહી છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો અત્યાર સુધીમાં પાંચ વખત સામસામે આવી ચુકી છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ ચાર મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી માત્ર એક જ વાર સાઉથ આફ્રિકા સામે હાર્યું છે અને નોટિંગહામમાં 2009 T20 વર્લ્ડ કપમાં તેનો પરાજય થયો હતો.