T20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ઘણી ટીમો ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે અને ટીમ ઈન્ડિયા પણ જલ્દી રવાના થવા જઈ રહી છે. આ દરમિયાન ICC પણ આ મહાન ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યું છે.
ICC દ્વારા મંગળવારે T20 વર્લ્ડ કપ માટે તમામ અમ્પાયરોની જાહેરાત કરવામાં આવી છે. માત્ર એક ભારતીય અમ્પાયર સહિત કુલ 20 મેચ અધિકારીઓ સમગ્ર ટુર્નામેન્ટમાં સેવા આપશે.
આઈસીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટમાં કુલ 16 અમ્પાયર સેવા આપશે, જેમાં રિચર્ડ કેટલબ્રો, નીતિન મેનન, કુમાર ધર્મસેના અને મારસ ઈરાસ્મસનો સમાવેશ થાય છે. જે ગત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં અમ્પાયરની ભૂમિકામાં હતા.
ખાસ વાત એ છે કે આ વર્ષે પણ એ જ અમ્પાયરોને તક મળી છે, જેઓ ICC T20 વર્લ્ડ કપ 2021માં સામેલ હતા. 16 અમ્પાયરો ઉપરાંત ચાર મેચ રેફરીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રંજન મદુગુલે, એન્ડ્રુ પેક્રોફ્ટ, ક્રિસ બ્રોડ અને ડેવિડ બૂન સામેલ છે.
16 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ 2022 ની પ્રથમ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે, જેમાં રોડ ટકર અને જોએલ વિલ્સન અમ્પાયરિંગ કરશે. જ્યારે પોલ રાઈફલ ટીવી અમ્પાયર હશે, મારસ ઈરાસ્મસ ચોથા અમ્પાયર તરીકે કામ કરશે.
ICC T20 વર્લ્ડ કપ 2022 માટે મેચ અધિકારીઓ:
મેચ રેફરી: એન્ડ્રુ પાયક્રોફ્ટ, ક્રિસ બ્રોડ, ડેવિડ બૂન, રંજન મદુગુલે,
અમ્પાયર: એડન હોલ્ડસ્ટોક, અલીમ ડાર, અહેસાન રઝા, ક્રિસ બ્રાઉન, ક્રિસ ગેફની, જોએલ વિલ્સન, કુમાર ધર્મસેના, લેનિંગ્ટન રેસર, મારસ ઇરાસ્મસ, માઇકલ ગફ, નીતિન મેનન, પોલ રાઇફલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટલબ્રો, રોડની ટકર
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે યોજાવાની છે.