T-20

ખૂબ જ મોંઘી ઘડિયાળોનો શોખ રાખે છે કોહલી, કિંમત જાણીને હોશ ઉડી જશે

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. BCCIએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી છે જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે તેમજ બીજી તસવીરમાં વિરાટ સાથે હર્ષલ પટેલ અને ચહલ જોવા મળી રહ્યા છે પરંતુ સૌથી વધુ ચર્ચિત તસવીર વિરાટ કોહલીની તેની ઘડિયાળ છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ભારત આ વખતે ટી વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત T20 વર્લ્ડ કપ વર્ષ 2007માં જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા 15 વર્ષના દુષ્કાળને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ઓસ્ટ્રેલિયામાં ઉતરશે.

ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી ખેલાડીઓ સાથેની તસવીર શેર કરી હતી. આ ફોટોમાં તેની સાથે યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર હર્ષલ પટેલ પણ જોવા મળી રહ્યા છે. વિરાટે તેના કેપ્શનમાં લખ્યું, ‘ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ રહ્યો છું. આવનાર દિવસો શાનદાર રહેશે. તેણે ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યા.

વિરાટ કોહલીની આ તસવીરમાં તેની ઘડિયાળ પણ દેખાઈ રહી છે. આનાથી ઘણા ચાહકોનું ધ્યાન ખેંચાયું. લોકો પણ તેની કિંમત જાણવા માંગતા હતા. તમને જણાવી દઈએ કે આ ઘડિયાળ રોલેક્સ કંપનીની છે. રોલેક્સની વેબસાઈટ પર જાણવા મળ્યું કે ડેટોનના આ મોડલની કિંમત લગભગ 28 લાખ રૂપિયા છે. આટલું જ નહીં, આ મોડલ તમારા પોતાના અનુસાર પણ બનાવી શકાય છે. વિરાટે જે મોડેલ પહેર્યું છે તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘી ઘડિયાળોનો શોખ માનવામાં આવે છે. તેની પાસે ઘણી મોંઘી કાર પણ છે.

Exit mobile version