વિરાટે કહ્યું, “હું બોલ પર નજર રાખીને રમી રહ્યો હતો..
ઘણા સમયથી નબળા ફોર્મમાંથી પસાર થઈ રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ વિવેચકોના નિશાને પર હતો. પરંતુ કિંગ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટી -20 માં આ બધા ટીકાકારોને ફોર્મમાં આવીને બધાની બોલટી બંધ કરી નાખી હતી. તેણે 73 રનની પારી રમીને પુનરાગમન કર્યું હતું.
કોહલીએ રવિવારે ઇંગ્લેન્ડ સામેની બીજી મેચ દરમિયાન પોતાની 26 મી ટી 20માં હાફ સેન્ચુરી પૂર્ણ કરી અને ભારતીય ટીમમાં શ્રેણી 1-1થી બરાબરી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, મેચ બાદ વિરાટે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાના મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ખાસ વાતચીત કરી હતી.
વિરાટે કહ્યું, “હું બોલ પર નજર રાખીને રમી રહ્યો હતો. ટીમ મેનેજમેન્ટે મારી સાથે આ બાબતો વિશે વાત કરી હતી. અનુષ્કા અહીં છે તેથી તે પણ મારી સાથે વાત કરતી રહે છે અને આ મેચ પહેલા મૈ એબી ડી વિલિયર્સ સાથે ખાસ વાતચીત કરી હતી. અને તેઓએ મને બોલ જોવા માટે કહ્યું અને મેં બરાબર તે કર્યું.”

