ભારતે સાઉથમ્પટન T20માં ઈંગ્લેન્ડને 50 રને હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં 3 નંબર પર બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડાએ આ મેચમાં પણ પોતાના પ્રદર્શનથી તમામ ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.
જ્યારે રોહિત શર્માએ ટોસ જીતીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી, એવા સમયે તે ખૂબ જ જરૂરી હતું કે આ ગતિને આગળ પણ ચાલુ રાખવી જોઈએ. આ દિવસોમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દીપક હુડ્ડાએ તેને આગળ લઈ જવાનું કામ કર્યું.

હુડ્ડાની બેટિંગ જોઈને પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે તે વર્લ્ડ કપની ટીમમાં હોવો જોઈએ. સેહવાગે કહ્યું કે જો હું પસંદગીકાર હોત તો હુડ્ડાને વર્લ્ડ કપની ટીમમાં ચોક્કસ રાખત. T20I માં હૂડાની માત્ર ચોથી ઇનિંગ હતી કે તેણે આયર્લેન્ડ સામે તેની પ્રથમ સદી પણ ફટકારી.
સેહવાગ આટલેથી ન અટક્યો, તેણે કહ્યું કે હુડ્ડાએ તાજેતરના સમયમાં જે રીતે બેટિંગ કરી છે તે અદ્ભુત છે. તેણે કહ્યું કે જો તે વેસ્ટ ઈન્ડિઝના આગામી પ્રવાસ પર પણ આ પ્રદર્શન ચાલુ રાખશે તો તે વર્લ્ડ કપની ટીમની છેલ્લી ઈલેવનમાં પણ જગ્યા બનાવી શકે છે.