T-20

વસીમ જાફર: આયર્લેન્ડ સામે ભારતે આ અનુભવી ખિલાડીને આરામ આપવો જોઈએ

ટીમ ઈન્ડિયા નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આયર્લેન્ડ સામે ટી-20 મેચ રમવા માટે તૈયાર છે. વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં, હાર્દિકને તેની કેપ્ટન્સી તેમજ બાકીની ટીમમાંથી શ્રેષ્ઠ દેખાવ કરવાનો પડકાર મળશે.

આવી સ્થિતિમાં, પ્લેઈંગ ઈલેવનને લઈને ટીમની સામે સૌથી મોટો સવાલ એ છે કે કોને તક આપવી જોઈએ અને કોને હજુ રાહ જોવી જોઈએ.

છેલ્લી ઈલેવનના આ ગણિત વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પોતાની પસંદગી આપી છે, જે આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં ટીમ માટે રમી શકે છે.

ઓપનિંગ જોડી- વસીમ જાફરના જણાવ્યા અનુસાર, આયર્લેન્ડ વિરુદ્ધ ભારતની ઓપનિંગ જોડી એવી જ હશે જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 મેચની T20 સિરીઝમાં જોવા મળી હતી. મતલબ કે ઈશાન કિશન અને રુતુરાજ ગાયકવાડ ફરી એકવાર ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે.

મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયા – વસીમ જાફરે સૂર્યકુમાર યાદવને તેની સંભવિત ટીમમાં નંબર 3 પર જ્યારે કેપ્ટન હાર્દિકને નંબર 4 પર બેટિંગ કરવા કહ્યું છે. તેણે દીપક હુડ્ડાનો પણ અંતિમ અગિયારમાં સમાવેશ કર્યો છે.

ફિનિશર તરીકે ડીકે – તેણે સાઉથ આફ્રિકા સિરીઝમાં જોરદાર બેટિંગ કરનાર દિનેશ કાર્તિકને ફિનિશર તરીકે ટીમમાં સામેલ કર્યો છે.

બોલિંગમાં વસીમ જાફરની પસંદગી – બોલિંગમાં જાફરના મતે અર્શદીપ સિંહને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેણે આ મેચમાં ભુવનેશ્વર કુમારને આરામ આપવાની વાત કરી છે. આ સિવાય તેણે હર્ષલ પટેલ, અવેશ ખાન, અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલને તક આપી છે.

Exit mobile version