ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પર પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ટ્વિટર પર ટીમ ઈન્ડિયાની મજાક ઉડાવી હતી. હવે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે તેના ટ્વીટનો જડબાતોડ જવાબ આપ્યો છે.
ઈંગ્લેન્ડ સામે ભારતની 10-વિકેટની સેમીફાઈનલમાં હાર બાદ, શહેબાઝ શરીફે ટ્વીટ કર્યું હતું કે ‘તો, આ રવિવારે, તે છે: 152/0 vs 170/0’. પાકિસ્તાનના વડાપ્રધાનના આ ટ્વીટમાં બે સ્કોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પહેલો સ્કોર એ છે જે પાકિસ્તાને ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે રન ચેઝમાં બનાવ્યો હતો, જ્યારે બીજો સ્કોર ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપની સેમીમાં ભારત સામે બનાવ્યો હતો.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના આ ટ્વીટનો જવાબ આપતા ઈરફાન પઠાણે લખ્યું, ‘આ તમારા અને અમારા વચ્ચેનો તફાવત છે. અમે અમારા સુખમાં ખુશ છીએ અને તમે બીજાના દુઃખમાં ખુશ છો. તેથી જ પોતાના દેશને સુધારવા પર ધ્યાન નથી.
તમને જણાવી દઈએ કે, આ ટ્વીટ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ખૂબ ટ્રોલ થવું પડ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચ પહેલા પત્રકારોએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન બાબર આઝમને સવાલ પણ કર્યા હતા.
Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai.
— Irfan Pathan (@IrfanPathan) November 12, 2022
બાબર આઝમે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, ‘અમારા પર કોઈ દબાણ નથી, પરંતુ હું માફી માંગવા માંગુ છું કારણ કે મને આ ટ્વિટ વિશે કોઈ માહિતી નથી. પરંતુ હા એ ચોક્કસ છે કે અમે વિરોધી ટીમ સામે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું.

