પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પણ રિઝવાનની ઇનિંગની પ્રશંસા કરી છે….
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી 20 મેચમાં પાકિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 3 રનથી હરાવ્યું હતું. મેચના અંતિમ બોલ પર, દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 6 રનની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત 2 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. પાકિસ્તાન તરફથી વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને તોફાની બેટિંગ કરી હતી અને માત્ર 64 બોલમાં 104 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેના કારણે પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 6 વિકેટના નુકસાન પર માત્ર 166 રન બનાવી શકી હતી. સદી પૂરી કર્યા પછી રિઝવાને તેની ઇનિંગ્સની ખાસ રીતે ઉજવણી કરી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પણ રિઝવાનની ઇનિંગની પ્રશંસા કરી છે.
સદી બાદ રિઝવાને તેનું હેલ્મેટ ઉતર્યું અને બંને હાથ જોડીને ઈનિંગ્સ માટે ભગવાનનો આભાર માન્યો. રિઝવાનની આ ઇનિંગથી શોએબ અખ્તર પણ ખૂબ પ્રભાવિત થયો હતો અને તેણે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ‘કેવો મહાન ઈનિંગ્સ! મારા દિલને ખુશ કર્યા.’
What a knock!
Dil khush ker dia. #MuhammadRizwan #PAKvRSA pic.twitter.com/rj87XhWALp— Shoaib Akhtar (@shoaib100mph) February 11, 2021

