T-20

જુઓ: વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ ભારતીય ટીમનો ‘કાલા ચશ્મા’નો ડાન્સ

ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે 29 જાન્યુઆરીએ ICC મહિલા T20 વર્લ્ડ કપની પ્રારંભિક આવૃત્તિ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જણાવી દઈએ કે આ પ્રથમ વખત હતું જ્યારે મહિલા ટીમે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું. જીત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા ખેલાડીઓ મેદાન પર જીતની ઉજવણી કરતી વખતે ‘કાલા ચશ્મા’ ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે.

વાસ્તવમાં ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ICC દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ખેલાડીઓની ખુશી જોવા જેવી છે. તમામ મહિલા ખેલાડીઓ ‘કાલા ચશ્મા’ ગીત પર ધૂન કરતી જોવા મળે છે. આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ભારતીય ટીમને જીત માટે અભિનંદન આપી રહ્યા છે.

Exit mobile version