T-20

જુઓ વીડિયો: ગૌતમ ગંભીર સાથે ટીમ ઈન્ડિયાનું પ્રથમ પ્રેક્ટિસ સેશન

pic- circle of cricket

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T-20 શ્રેણી 27 જુલાઈથી રમાશે. ભારતીય ટીમ T-20 સિરીઝ માટે શ્રીલંકા પહોંચી ગઈ છે, મંગળવારે ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર અને ટી-20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની આ પ્રથમ શ્રેણી છે. રોહિત શર્માની જગ્યાએ સૂર્ય કુમાર યાદવને ટી-20માં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા સોમવારે શ્રીલંકા પહોંચી અને બીજા દિવસે મંગળવારે ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ખેલાડીઓએ ઘણો પરસેવો વહાવ્યો.

શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શિવમ દુબે સહિત તમામ ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ખેલાડીઓ એકદમ હળવા દેખાતા હતા. આ દરમિયાન ગૌતમ ગંભીર સંજુ સેમસન અને શિવમ દુબે સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કરતા BCCIએ લખ્યું, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જવાબદારી લીધી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે, જ્યારે 28 જુલાઈએ બંને ટીમો બીજી મેચમાં ફરી એકવાર સામસામે ટકરાશે. ત્રીજી મેચ 30મી જુલાઈના રોજ રમાશે. ત્રણેય T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે.

Exit mobile version