T-20

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થતા, વીરેન્દ્ર સેહવાગે આવી રીતે મજાક ઉડાવી

ભારતીય ક્રિકેટ ટીમ ICC ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. રવિવારે અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ.

ન્યુઝીલેન્ડની હારથી ભારતની સેમીફાઈનલની આશા જીવંત રહી હોત પરંતુ આ જીત સાથે ટીમ સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નજીબ ઝદરાનની અડધી સદીના આધારે ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 124 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 18.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી.

ટૂર્નામેન્ટમાંથી ભારતના બહાર થયા બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક મીમ શેર કરી છે. જેમાં રાહુલ સ્ટેજ પર ભાષણ આપતા જોવા મળે છે અને નીચે લખેલું છે, સમાપ્ત કરો, બાય બાય ટાટા ગુડ બાય.

 

Exit mobile version