T-20

ઈંગ્લેન્ડ સામે બીજી મેચ રમતાની સાથે રોહિતે T20I અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

રોહિત શર્મા હવે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર ખેલાડી બની ગયો છે અને તેણે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર એલિસ પેરી અને સુઝી બેટ્સને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં 20 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. તે કેપ્ટન જોસ બટલરના હાથે રિચર્ડ ગ્લેસનના હાથે કેચ આઉટ થયો હતો.

સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ હવે રોહિત શર્માના નામે છે. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 તેની 127મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. રોહિત શર્મા પહેલા સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ એલિસ પેરી અને સુઝી બેટ્સના નામે હતો. આ બંને ખેલાડીઓ અત્યાર સુધી 126-126 મેચ રમી ચૂક્યા છે, પરંતુ હવે 127 મેચ સાથે રોહિત શર્માએ આ બંને ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

અત્યાર સુધી સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓ-

127 – રોહિત શર્મા

126 – એલિસ પેરી

126 – સુઝી બેટ્સ

124 – શોએબ મલિક

રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધી 127 ટી20 મેચ રમી છે. આ મેચોમાં તેણે 32.38ની એવરેજથી 3368 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે.

Exit mobile version