ભારતીય ટીમે મહિલા એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે શ્રીલંકાની સામે 151 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 109 રનમાં ઓલઆઉટ થતાં 41 રનથી મેચ હારી ગઈ હતી.
બેટિંગ માટે આમંત્રિત, ભારતે જામિયા રોડ્રિગ્સના 53 બોલમાં 76 રનની મદદથી છ વિકેટે 150 રન બનાવ્યા. જવાબમાં, દયાલન હેમલતા (3/15), પૂજા વસ્ત્રાકર (2/12), દીપ્તિ શર્મા (2/15) અને રાધા યાદવે (1/15) વિકેટ ઝડપીને શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં 109 રનમાં આઉટ થઈ ગઈ હતી.
A convincing 41 Run Victory for India in the Asia Cup against Sri Lanka#CricketTwitter #AsiaCup pic.twitter.com/daV981hnd3
— Female Cricket (@imfemalecricket) October 1, 2022