મહિલા એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારત સતત મેચ જીતીને ટોચ પર હતું.
ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગના કારણે પાકિસ્તાની ટીમ નિદા દારની અણનમ અડધી સદી છતાં છ વિકેટે 137 રન જ બનાવી શકી હતી. નિદાએ તેની 37 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 56 રન બનાવ્યા હતા. તેના સિવાય પાકિસ્તાનના કેપ્ટન બિસ્માહ મારુફે 32 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલરોમાં દીપ્તિ શર્મા સૌથી સફળ રહી, તેણે ચાર ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી. તેમના સિવાય પૂજા વસ્ત્રાકરે બે અને રેણુકા સિંહે એક વિકેટ લીધી હતી.
ભારતીય મહિલા ટીમ માટે આ ટાર્ગેટ આસાન દેખાતો હતો પરંતુ પાકિસ્તાની બોલરોએ તેને અશક્ય બનાવી દીધું હતું. મેઘના અને સ્મૃતિ મંધાનાએ ટીમને સારી શરૂઆત અપાવી પરંતુ તે પૂરતું ન હતું. બીજી તરફ અગાઉની મેચોમાં શાનદાર પ્રદર્શન કરનાર જેમિમા રોડ્રિગ્સ પાકિસ્તાન સામે નિષ્ફળ રહી હતી. નિયમિત અંતરે ભારતની પડતી વિકેટો અને કોઈપણ બેટ્સમેનની ગેરહાજરીનું કારણ ભારતીય ટીમને ભારે પડ્યું અને તેમને હારનો સામનો કરવો પડ્યો. 138 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 124 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના બોલર નશરા સંધુએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
Pakistan Women beat India Women's by 13 Runs#INDWvPAKW pic.twitter.com/wET3kOLINm
— RVCJ Media (@RVCJ_FB) October 7, 2022
