T-20

વર્લ્ડ કપ: ગ્રુપ અને મેચનો શેડ્યૂલનું લિસ્ટ જાહેર, ભારતની પ્રથમ મેચ આ દેશ સામે

આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022ના પ્રથમ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે. ઝિમ્બાબ્વેએ નેધરલેન્ડ્સને હરાવીને ક્વોલિફાયર બી જીતીને ગ્રુપ બીમાં છેલ્લું સ્થાન મેળવ્યું છે.

ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. તે સાત શહેરોમાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2022 દરમિયાન યોજાશે, જેમાં જીલોંગ અને હોબાર્ટ પ્રથમ રાઉન્ડનું આયોજન કરશે. આ મેગા ઈવેન્ટ માટે ગ્રુપ અને શેડ્યુલને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ગ્રુપ Aમાં નામિબિયા, શ્રીલંકા, UAE અને નેધરલેન્ડને સ્થાન મળ્યું છે જ્યારે ગ્રુપ Bમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને તક મળી છે. ગ્રુપ 1ની વાત કરીએ તો તેમાં ગ્રુપ Aની વિજેતા અને ગ્રુપ Bની રનર અપ ટીમ સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ હશે. તે જ સમયે, ગ્રૂપ 2 માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ, ગ્રૂપ A ની ઉપવિજેતા ટીમ અને ગ્રૂપ બીની વિજેતા ટીમ સિવાય સમાવેશ થશે. આ રીતે, પ્રથમ રાઉન્ડમાં 8 ટીમો હશે, જ્યારે બીજા રાઉન્ડમાં 12 ટીમો હશે, જે સુપર 12 સામે રમશે.

ગ્રુપ A: નામીબિયા, શ્રીલંકા, UAE અને નેધરલેન્ડ
ગ્રુપ બી: આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે

ગ્રુપ 1: અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ગ્રુપ A વિજેતા અને ગ્રુપ B રનર અપ
ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ A રનર અપ અને ગ્રુપ B વિજેતા

Exit mobile version