T-20

વર્લ્ડ કપ: UAEનો આ ક્રિકેટર T20 વર્લ્ડ કપમાં રમનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો

સંયુક્ત આરબ અમીરાતના ક્રિકેટર અયાન અફઝલ ખાને જીલોંગના સિમન્ડ્સ સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2022ના ગ્રુપ Aની બીજી મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

અયાન T20 વર્લ્ડ કપમાં રમનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. વર્ષ 2005માં જન્મેલા અયાને 16 વર્ષ અને 335 દિવસની ઉંમરમાં T20 વર્લ્ડ કપ રમીને ઈતિહાસ રચ્યો છે.

બેટિંગ ઓલરાઉન્ડર અયાન જોકે પોતાની બેટિંગથી પ્રભાવિત કરી શક્યો નહોતો. અયાને 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. તે ફ્રેડ ક્લાસેનની બોલ પર ટોમ કૂપરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાં બોલિંગની વાત કરીએ તો તેણે સારું પ્રદર્શન કર્યું. તેણે 3 ઓવરમાં 5ના ઇકોનોમી રેટથી 15 રન આપીને એક વિકેટ લીધી હતી.

T20 વર્લ્ડ કપ રમનાર સૌથી યુવા ખેલાડીઃ

– અયાન અફઝલ ખાન, UAE, 16 વર્ષ 335 દિવસ – 2022
– મોહમ્મદ અમીર, પાકિસ્તાન – 17 વર્ષ 55 દિવસ – 2009
– રાશિદ ખાન, અફઘાનિસ્તાન – 17 વર્ષ 170 દિવસ – 2016
– અહેમદ શહઝાદ, પાકિસ્તાન – 17 વર્ષ 196 દિવસ – 2009
– જ્યોર્જ ડોકરેલ, આયર્લેન્ડ – 17 વર્ષ 282 દિવસ – 2010

Exit mobile version