T-20

વર્લ્ડ કપ: ઈજાઓ સામે ઝઝૂમી રહેલી શ્રીલંકાની ટીમમાં થયો આ બદલાવ

એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગ્રૂપ ઓફ ડેથમાં, બે મેચમાં એક જીત અને એક હાર સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી શ્રીલંકા ઈજાઓથી પરેશાન છે.

તેના ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શુક્રવારે શ્રીલંકાની ટીમમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. બિનુરા ફર્નાન્ડોની જગ્યાએ અસિથા ફર્નાન્ડોને ટીમમાં સામેલ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે રમાયેલી મેચમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર બિનુરા ફર્નાન્ડો ઇનિંગની પહેલી જ ઓવરમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેની જાંઘના સ્નાયુઓ તણાઈ ગયા હતા અને તે પોતાની ઓવર પણ પૂરી કરી શક્યો ન હતો. ટીમને આનો ભોગ બનવું પડ્યું હતું અને તેને કાંગારૂઓ સામે 7 વિકેટેથી હારનો સામનો કરવો પડ્યો હતો. Asitha Fernando

શ્રીલંકાની ટીમમાં ફેરફારની પુષ્ટિ કરતા, ટૂર્નામેન્ટની ટેકનિકલ સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અસિથા ફર્નાન્ડો શ્રીલંકાથી વિદાય લેશે અને ઓસ્ટ્રેલિયામાં ટીમ સાથે જોડાશે.” ફર્નાન્ડોએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 2 વિકેટ પોતાના નામે કરી છે.

ઇજાગ્રસ્ત દિલશાન મધુશંકાના સ્થાને બિનુરા ફર્નાન્ડોને શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પણ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

Exit mobile version