T-20

T20 ક્રિકેટમાં નેપાળના યુવા ખેલાડીએ તોડ્યો રોહિત અને મિલરનો રેકોર્ડ

pic - sportzwiki

નેપાળના યુવા ખેલાડી કુશલ મલ્લાએ ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં ઈતિહાસ રચ્યો છે. 19 વર્ષીય ખેલાડીએ મંગોલિયા સામે રમાઈ રહેલી મેચમાં માત્ર 34 બોલમાં સદી ફટકારીને રોહિત શર્મા અને ડેવિડ મિલરના રેકોર્ડને તોડ્યો છે.

તે T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.

વાસ્તવમાં, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્મા અને ડેવિડ મિલરના નામે હતો જેણે 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ નેપાળના યુવા ક્રિકેટર કુશલ મલ્લાએ માત્ર 34 બોલમાં આ સિદ્ધિ મેળવી લીધી છે. કુશલ મલ્લાએ મંગોલિયા સામે 50 બોલમાં 137 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સમાં બુધવારે નેપાળ અને મંગોલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા આવેલી નેપાળની ટીમે મોંગોલિયાના બોલરોને ધક્કો માર્યો હતો. ટીમે મંગોલિયા સામે 315 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો છે. T20 ક્રિકેટના ઈતિહાસમાં આ તેનો સૌથી મોટો સ્કોર છે.

Exit mobile version