ઝિમ્બાબ્વેએ ગુરુવારે T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. આ પછી સોશિયલ મીડિયામાં પાકિસ્તાનને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ઇમર્સન ડેમ્બુડઝો મનંગાગ્વા પણ પોતાને સમાવી શક્યા ન હતા.
તેમણે માત્ર પોતાની ટીમને જ અભિનંદન આપ્યા નથી, પરંતુ તેમણે પાકિસ્તાનની ટીમ પર પણ કટાક્ષ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ટ્વિટમાં લખ્યું, “ઝિમ્બાબ્વે માટે શાનદાર જીત! શેવરોન્સને અભિનંદન. આગલી વખતે, વાસ્તવિક મિસ્ટર બીનને મોકલજો!”
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઝિમ્બાબ્વે મેચ પહેલા પ્રેક્ટિસ કરતા ટીમના ખેલાડીઓની એક પોસ્ટ અપલોડ કરી હતી. Ngugi Chasura નામના ટ્વિટર યુઝરે તેના ટ્વીટનો જવાબ આપ્યો. તેણે લખ્યું, “ઝિમ્બાબ્વે તરીકે અમે તમને માફ નહીં કરીએ. તમે એકવાર અમને મિસ્ટર બીન રોવાનને બદલે ફ્રોડ પાક બીન આપ્યો હતો.
What a win for Zimbabwe! Congratulations to the Chevrons.
Next time, send the real Mr Bean…#PakvsZim 🇿🇼
— President of Zimbabwe (@edmnangagwa) October 27, 2022
તમને જણાવી દઈએ કે ઓપનિંગ બેટિંગ જોડી પર વધુ પડતી નિર્ભરતાએ આ મેચમાં પાકિસ્તાનને ઘણું પરેશાન કર્યું હતું. ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની લો સ્કોરિંગ મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. ઓલરાઉન્ડર સિકંદર રઝાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા પાકિસ્તાની બોલરોએ ઝિમ્બાબ્વેની બેટિંગ લાઇનઅપનો નાશ કર્યો હતો. તેને માત્ર 130/8 પર જ અટકાવવામાં આવ્યો હતો.
