TEST SERIES

જસપ્રિત બુમરાહની પહેલી અડધી સદી પર ટીમ ઇન્ડિયાએ ગાર્ડ ઓફ ઓનર આપ્યો

વિરાટ કોહલીએ ડે નાઈટનો બીજો પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા એ સામે નહીં રમવાનો નિર્ણય લીધો છે..

 

જસપ્રિત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેની શાનદાર બોલિંગ બતાવ્યા બાદ બુમરાહ હવે ઓસ્ટ્રેલિયા એ સામે પિંક બોલ પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે શાનદાર અડધી સદી રમ્યો છે. બુમરાહની આ શાનદાર ઇનિંગ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તેને ડ્રેસિંગ રૂમમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. સોશિયલ મીડિયા પર, બુમરાહને ગાર્ડ ઓફ ઓનર આપવાનો આ વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ જસપ્રિત બુમરાહની પહેલી અડધી સદી છે. બુમરાહે 57 બોલમાં 55 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ ફક્ત 21 રનમાં 7 વિકેટ પડી હતી, ત્યારબાદ જસપ્રીત બુમરાહે અડધી સદી ફટકારીને નુકસાન બચાવ્યું હતું.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ડે નાઈટનો બીજો પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા એ સામે નહીં રમવાનો નિર્ણય લીધો છે જેથી તે ટેસ્ટ સિરીઝ પહેલા તાજો રહી શકે છે.

 

Exit mobile version