TEST SERIES

4 વખત ક્લીન બોલ્ડ! ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથ પર ભારે પડ્યો રવીન્દ્ર જાડેજા

ટેસ્ટ ક્રિકેટ માત્ર બે ટીમો વચ્ચે જ રમાતી નથી, પરંતુ બંને ટીમના કેટલાક ખેલાડીઓ વચ્ચે એક અલગ પ્રકારની લડાઈ પણ જોવા મળે છે. આવી જ એક હરીફાઈ સ્ટીવ સ્મિથ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં જોવા મળે છે.

હાલમાં રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં તેણે 3 વખત સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો છે. એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર એવો બોલર છે, જેણે સ્ટીવ સ્મિથને 4 વખત બોલ્ડ કર્યો છે.

અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો. આ શ્રેણીમાં ત્રીજી વખત સ્મિથ 6 ઇનિંગ્સમાં જાડેજાનો શિકાર બન્યો હતો. આ મેચમાં સ્ટીવ સ્મિથ રવીન્દ્ર જાડેજાની એક બોલ પર રન બનાવીને આઉટ થયો હતો, કારણ કે બોલ તેના બેટની અંદરની કિનારી લઈને પેડ સાથે અથડાયો હતો અને સીધો સ્ટમ્પ પર ગયો હતો. જમણા હાથનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ 135 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 38 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 4 વખત સ્ટીવ સ્મિથને બોલ્ડ આઉટ કરી ચૂક્યો છે. વિશ્વના અન્ય કોઈ બોલરે તેને 2 થી વધુ વખત બોલ કર્યો નથી. રવીન્દ્ર જાડેજા ઉપરાંત જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ભુવનેશ્વર કુમાર અને રંગના હેરાથ જ એવા બોલર છે જેમણે સ્મિથને ટેસ્ટ ક્રિકેટમાં બે વખત બોલ્ડ કર્યો છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેનને ટેસ્ટ ક્રિકેટમાં 7 વખત આઉટ કર્યા છે.

Exit mobile version