TEST SERIES

બાંગ્લાદેશ સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર 5 ભારતીય બેટ્સમેન

Pic- scroll

ટીમ ઈન્ડિયા આવતા મહિને બાંગ્લાદેશ સાથે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. 19 સપ્ટેમ્બરથી શ્રેણી શરૂ થશે, ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે. આ સિરીઝ જીતીને ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા ઈચ્છશે.

આ છે ભારતીય ખેલાડીઓ જેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી છે.

1. સચિન તેંડુલકર:

ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ રેકોર્ડ શાનદાર રહ્યો હતો. સચિને 2000 થી 2010 દરમિયાન બાંગ્લાદેશ સામે 7 મેચ રમી હતી. જેની 9 ઇનિંગ્સમાં સચિને 5 સદી ફટકારી હતી. એટલું જ નહીં સચિને બેવડી સદી પણ ફટકારી હતી.

2. રાહુલ દ્રવિડ:

ટીમ ઈન્ડિયાના પૂર્વ અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડે 2000 થી 2010 દરમિયાન બાંગ્લાદેશ સામે 7 ટેસ્ટ મેચ રમી હતી. જેની 10 ઇનિંગ્સમાં દ્રવિડે 3 સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 560 રન બનાવ્યા હતા.

3. વિરાટ કોહલી:

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે સારો રેકોર્ડ છે. અત્યાર સુધી કોહલીએ બાંગ્લાદેશ સામે 6 ટેસ્ટ મેચ રમી છે, જેની 9 ઇનિંગ્સમાં કોહલીએ 2 સદી ફટકારી છે. આ સિવાય કોહલીએ બેવડી સદી પણ ફટકારી છે.

4. ગૌતમ ગંભીર:

ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 2004 થી 2010 દરમિયાન બાંગ્લાદેશ સામે 4 ટેસ્ટ મેચ રમી હતી. 6 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે ગંભીરે 2 સદી પણ ફટકારી હતી. ગંભીરે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટમાં કુલ 381 રન બનાવ્યા હતા.

5. ચેતેશ્વર પૂજારા:

ટીમ ઈન્ડિયાના ખેલાડી ચેતેશ્વર પૂજારાની બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી થવાની ઘણી ઓછી તક છે. જો બાંગ્લાદેશ વિરૂદ્ધ પુજારાના રેકોર્ડની વાત કરીએ તો પૂજારાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેણે 1 સદી ફટકારી હતી.

Exit mobile version