TEST SERIES

ભારત વિરૂદ્ધ જો રૂટના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટે ભારત સામે એજબેસ્ટન ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી.

જો કે, જોની બેરસ્ટોએ તેમનો પૂરો સાથ આપ્યો અને બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 269 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર (378 રન) નોંધાવ્યો અને ભારતને 7 વિકેટથી હરાવવામાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી. આ મેચમાં જો રૂટે ભારત સામે અણનમ 142 રનની ભાગીદારી કરી હતી અને ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં આ તેની નવમી સદી પણ હતી.

જો રૂટે ભારત સામે તેની નવમી ટેસ્ટ સદી ફટકારી અને રિકી પોન્ટિંગ સહિત અનેક મહાન બેટ્સમેનોનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રિકી પોન્ટિંગ, વિવ રિચર્ડ્સ, સ્ટીવ સ્મિથ અને ગેરી સોબર્સના નામે હતો. આ તમામે ભારત સામે 8-8 ટેસ્ટ સદી ફટકારી હતી. જો રૂટ હવે ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનું બેટ જોરદાર બોલે છે અને તેણે અત્યાર સુધી આ ટીમ સામે જોરદાર બેટિંગ કરી છે. ભારત વિરૂદ્ધ રૂટે 25 ટેસ્ટ મેચની 45 ઇનિંગ્સમાં 63.15ની એવરેજથી 2526 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી, 10 અડધી સદી ફટકારી છે અને એક વખત તે શૂન્ય પર આઉટ થઈ ગયો છે. ભારત વિરૂદ્ધ તેણે આ મેચોમાં 273 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા છે અને સાથે જ તે 5 વખત અણનમ રહ્યો છે.

Exit mobile version