ટિમ સાઉથી, ન્યુઝીલેન્ડનો અનુભવી ઝડપી બોલર જેને કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ૫ વિકેટ લીધી. જોકે આ 41 વર્ષમાં પ્રથમ વખત બન્યું. પ્રથમ દિવસે ભારતના મજબૂત બેટિંગ પ્રદર્શન પછી, ન્યુઝીલેન્ડે બીજા દિવસે જોરદાર વળતો પ્રહાર કર્યો. જોકે સાઉથી ની બોલિંગ ને કારણે ભારત માત્ર 345 રન કરી શકી હતી.
તેણે દિવસની શરૂવાત રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા અને તેની ફિફાયર પૂર્ણ કરી.
શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જમણા હાથના બેટરે 171 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલ (52) અને રવિન્દ્ર જાડેજા (50)નું યોગદાન હતું.
કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં સદી ફટકારનાર ગુંડપ્પા વિશ્વનાથ પછી શ્રેયસ અય્યર બીજો ભારતીય ખેલાડી છે. આ સાથે જ તે મુંબઈનો બીજો ખેલાડી છે, જેણે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હોય. તેના પહેલા મુંબઈના પ્રવીણ આમરેએ 1992માં પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં ભારત માટે સદી ફટકારી હતી. તે મુંબઈ તરફથી રમનાર ત્રીજો ખેલાડી છે. તેમના પહેલા પ્રવીણ આમરે, રોહિત શર્માએ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી.
🖐 for Tim Southee! It’s 4 this morning & his 13th FIVE wicket bag as he gets one to seam away from Patel & take the outside edge for Blundell’s 4th catch. India 313-8. Live scoring | https://t.co/yGSlW6a2d5 #INDvNZ pic.twitter.com/1KA59InzVI
— BLACKCAPS (@BLACKCAPS) November 26, 2021

