TEST SERIES

શ્રીલંકા સામે બેવડી સદી ફટકારીની અબ્દુલ્લા શફીકે આ ક્લબમાં લીધી એન્ટ્રી

pic- hindustan times

પાકિસ્તાનની ટીમને યુવા બેટ્સમેન અબ્દુલ્લા શફીકના રૂપમાં બીજો બાબર આઝમ મળ્યો છે. 23 વર્ષીય યુવા બેટ્સમેન અબ્દુલ્લા શફીફે તેના ડેબ્યુ બાદથી સતત તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.

અબ્દુલ્લા શફીકે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં રમતના ત્રીજા દિવસે બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા, જ્યારે તે માત્ર તેની 14મી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો.

અબ્દુલ્લા શફીકે 320 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. પોતાની ઇનિંગમાં તેણે 19 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે 201 રનની ઇનિંગ રમી હતી.

જ્યારે પાકિસ્તાને ત્રીજા દિવસની રમત શરૂ કરી ત્યારે ટીમે બાબર આઝમ (39 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ શફીકે બીજા છેડેથી મોરચો પકડી રાખ્યો હતો અને સઈદ શકીલ અને સલમાન આગા સાથે સદીની ભાગીદારી કરી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી પણ ફટકારી હતી.

અબ્દુલ્લા શફીકે બેવડી સદી ફટકારીને જાવેદ મિયાદંદની સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી લીધી છે. તે જાવેદ મિયાદંદ અને હનીફ મોહમ્મદ બાદ બેવડી સદી ફટકારનાર પાકિસ્તાનનો ત્રીજો યુવા બેટ્સમેન બન્યો છે. આ સિવાય તે કોલંબોની સિંહાલી સ્પોર્ટ્સ ક્લબમાં સદી ફટકારનાર પાકિસ્તાન તરફથી પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

અબ્દુલ્લા શફીક શ્રીલંકામાં બેવડી સદી ફટકારનાર બીજો પાકિસ્તાની બેટ્સમેન બની ગયો છે. સઈદ શકીલ શ્રીલંકામાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન હતો, તેણે આ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું.

Exit mobile version