ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને કેમરોન ગ્રીને શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી.
ખ્વાજાએ 180 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ગ્રીને 114 રન બનાવ્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 208 રનની શાનદાર ભાગીદારી કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ધરતી પર 44 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 200થી વધુ રનની ભાગીદારી કરી હતી.
પીટર હેન્ડ્સકોમ્બ 17 રન બનાવીને આઉટ થયા બાદ કેમેરોન ગ્રીન ઉસ્માન ખ્વાજાને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો હતો. બંનેએ ભારતીય ઝડપી અને સ્પિનર બોલરોને સંપૂર્ણપણે તટસ્થ કરી દીધા. ઉસ્માન ખ્વાજા અને કેમરન ગ્રીન વચ્ચે ભારતમાં અત્યાર સુધીની આ બીજી સૌથી મોટી ટેસ્ટ ભાગીદારી છે. વર્ષ 1979માં ચેન્નાઈમાં રમતા એઆર બોર્ડર અને કેજે હ્યુજીસે 222 રનની ભાગીદારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉસ્માન ખ્વાજા અને કેમરન ગ્રીને વર્ષ 1959-60માં નોર્મન ઓ’નીલ અને નીલ હાર્વે વચ્ચેની ભાગીદારીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે નોર્મન ઓ’નીલ અને નીલ હાર્વ વચ્ચે 207 રનની ભાગીદારી થઈ હતી.
આ સિવાય જેડબ્લ્યુ બ્રૂક્સ અને આરએન હાર્વીએ વર્ષ 1956માં મુંબઈના બ્રેબોર્નમાં 204 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય વર્ષ 1960માં બ્રેબોર્ન ખાતે આરએન હાર્વે અને એનસીએલ ઓ’નીલ વચ્ચે 207 રનની ભાગીદારી થઈ હતી.