રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે મોટી જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.
જ્યારે ત્રીજી ટેસ્ટ શરૂ થઈ ત્યારે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી. 434 રનની મોટી જીત બાદ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની જગ્યા લઈ લીધી છે. ટોચના ત્રણમાં એક રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે.
ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર હતું પરંતુ હવે ભારતે આ સ્થાન કબજે કરી લીધું છે અને કાંગારૂઓને ત્રીજા નંબર પર ધકેલી દીધા છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ન્યુઝીલેન્ડે પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રીજા ચક્રમાં અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમી છે અને તેમાંથી 4માં જીત મેળવી છે. 2 મેચમાં હાર થઈ છે અને 1 મેચ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડે 4માંથી 3 જીત અને 1 હાર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ટેબલમાં ઈંગ્લેન્ડની સ્થિતિ સૌથી ખરાબ છે.
ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે અને 3 જીત સિવાય 4 હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. ઈંગ્લેન્ડની ભારત સામે હજુ બે ટેસ્ટ મેચ બાકી છે. ટેબલમાં પરિસ્થિતિ સુધારવાની તક છે.
WTC 2023-25 Points Table. (Jio Cinema) pic.twitter.com/sMIxxUlpOB
— CricketGully (@thecricketgully) February 18, 2024