TEST SERIES

એલેક્સ કેરીએ બોક્સિંગ ડે ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, બન્યો પ્રથમ વિકેટકીપર

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. ત્રીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાનો ભારે દબદબો રહ્યો હતો. કાંગારૂ ટીમે 575/8ના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો અને 386 રનની મજબૂત લીડ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોરમાં ડેવિડ વોર્નરની બેવડી સદી ઉપરાંત સ્ટીવ સ્મિથ (85) અને વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીની ઈનિંગ્સે મહત્વનો ફાળો આપ્યો હતો. કેરીએ બુધવારે મજબૂત સદી ફટકારી હતી.

કેરીએ દક્ષિણ આફ્રિકાના બોલરો પર પ્રહારો કર્યા હતા. 149 બોલનો સામનો કર્યા બાદ તેણે 13 ચોગ્ગાની મદદથી 111 રન બનાવ્યા હતા. 141મી ઓવરના પાંચમા બોલ પર માર્કો જેસ્નેન દ્વારા તેની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

કેરીની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી છે અને તેણે ઈતિહાસ રચ્યો છે. હકીકતમાં, કેરી MCG ખાતે બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ વિકેટ-કીપર બન્યો છે.

Exit mobile version