પાકિસ્તાનની ટીમ ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં હારી ગઈ છે અને આ હાર બાદ યજમાન ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર હરિસ રઉફ ઈંગ્લેન્ડ સામે મુલતાનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. હરિસ રઉફ ટીમનો મુખ્ય બોલર હતો, જે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં બોલિંગ પણ પૂર્ણ કરી શક્યો ન હતો.
હરિસ રઉફે ઈંગ્લેન્ડ સામે રેડ બોલ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં તેને શરીરની જમણી બાજુએ ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે બીજા દાવમાં બોલિંગ કરી શક્યો નહોતો. જો કે, તે બંને વખત બેટિંગ કરવા માટે આવ્યો, પરંતુ ટીમની હાર ટાળી શક્યો નહીં. રાવલપિંડી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી.
સાવચેતીના પગલા તરીકે, હરિસ રઉફે સ્થાનિક હોસ્પિટલમાં એમઆરઆઈ સ્કેન કરાવ્યું અને બાકીની મેચ માટે મેદાનમાં ઉતર્યા ન હતા. ટીમમાંથી તેની હકાલપટ્ટી સાથે, પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ હવે બીજી ટેસ્ટ પહેલા લાઇક ટુ લાઇક રિપ્લેસમેન્ટની શોધમાં રહેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટૂંક સમયમાં ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાનની જાહેરાત કરશે.