આર અશ્વિનનું શાનદાર પ્રદર્શન ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં પણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં અશ્વિને મોટી સિદ્ધિ મેળવી.આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર બોલર બની ગયો છે.
જો આર અશ્વિન ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ લેશે તો તે કુંબલેને પાછળ છોડી દેશે અને નંબર 1નો તાજ પોતાના નામે કરી લેશે. આર અશ્વિને અત્યાર સુધી ભારતીય ધરતી પર ટેસ્ટ મેચોમાં 348 વિકેટ પોતાના નામે કરી લીધી છે. તે બીજા નંબર પર છે.
તેનાથી આગળ મહાન સ્પિનર અનિલ કુંબલે છે, જેણે ભારતીય ધરતી પર 350 ટેસ્ટ વિકેટ લીધી છે.તે નંબર વન પર છે.હવે જો અશ્વિન ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં વધુ ત્રણ વિકેટ લે છે તો તે કુંબલેને પાછળ છોડી દેશે.
આ સાથે તે ભારતીય ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની જશે અને નંબર 1નો તાજ મેળવશે. જણાવી દઈએ કે આર અશ્વિનની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 2011માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે ટીમ ઈન્ડિયા માટે 99 ટેસ્ટ મેચમાં 501 વિકેટ લીધી છે. આ સિવાય તે નીચલા ક્રમમાં સારી બેટિંગ કરવામાં માહિર છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 3308 રન બનાવ્યા છે જેમાં પાંચ સદી સામેલ છે. અશ્વિને ભારતીય ટીમ માટે 116 ODI મેચમાં 156 વિકેટ અને 65 T20 ઈન્ટરનેશનલ મેચમાં 72 વિકેટ ઝડપી છે.