મેચની વાત કરીએ તો, પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રની શરૂઆત છે.આ દરમિયાન આર અશ્વિને ભારતને મોટી સફળતા અપાવી.
તેણે વેસ્ટ ઈન્ડિઝના ઓપનર તેજનારીન ચંદ્રપોલને આઉટ કર્યો હતો. ચંદ્રપોલે તેની 44 બોલની ઇનિંગમાં માત્ર 12 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેના બેટમાંથી કોઈ બાઉન્ડ્રી આવી ન હતી. ટીમના 31 રનના સ્કોર પર આઉટ થયેલો ચંદ્રપોલ અશ્વિનની જાળમાં ફસાઈ ગયો હતો.
અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. તે ટેસ્ટમાં પિતા-પુત્રની જોડીને શિકાર બનાવનાર એકમાત્ર ભારતીય બોલર બની ગયો છે. તમને જણાવી દઈએ કે અશ્વિને 2011માં દિલ્હીમાં વિન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શિવનારાયણ ચંદ્રપોલને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.
હવે અશ્વિને શિવનારાયણના પુત્ર તેજનારીન ચંદ્રપોલને આઉટ કર્યો છે. આર અશ્વિન પ્રથમ ટેસ્ટ મેચમાં પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે. તેણે તેજ નારાયણ ચંદ્રપોલ બાદ કેપ્ટન ક્રેગ બ્રેથવેટને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો.