ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે પ્રથમ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. અશ્વિને 35 બોલમાં 38 રનની તોફાની ઇનિંગ રમનાર જોની બેયરસ્ટોને પોતાનો શિકાર બનાવ્યો હતો.
અશ્વિને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 100 ટેસ્ટ વિકેટ પૂરી કરી લીધી છે અને આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. બંને દેશો વચ્ચેની ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન માત્ર જેમ્સ એન્ડરસનથી આગળ છે.
અશ્વિન ટેસ્ટમાં બે કે તેથી વધુ દેશો સામે 100 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો નવમો ખેલાડી બન્યો છે. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે 114 ટેસ્ટ વિકેટ લીધી છે. માત્ર મુથૈયા મુરલીધરન, શેન વોર્ન, જેમ્સ એન્ડરસન, લાન્સ ગિબ્સ, કર્ટની વોલ્શ, ગ્લેન મેકગ્રા અને નાથન લિયોન ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
અશ્વિન ટેસ્ટમાં ટીમ સામે 1000 કે તેથી વધુ રન બનાવનાર અને 100 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને એકંદરે સાતમો ખેલાડી બન્યો છે. આ યાદીમાં તેમના સિવાય જ્યોર્જ ગિફિન, મોન્ટી નોબલ, વિલ્ફ્રેડ રોડ્સ, ગેરી સોબર્સ, ઈયાન બોથમ અને સ્ટુઅર્ટ બ્રોડના નામ સામેલ છે.
Most Test Wickets against Opponents for India
114 – Ravichandran Ashwin v 🇦🇺
111 – Anil Kumble v 🇦🇺
100 – Ravichandran Ashwin v 🏴*
99 – Kapil Dev v 🇵🇰
95 – B Chandrasekar v 🇦🇺
95 – Harbhajan Singh v 🇦🇺
92 – Anil Kumble v 🏴— CricBeat (@Cric_beat) February 23, 2024