TEST SERIES

અશ્વિન: પૂજારા ઇંગ્લૈંડ સામે સિક્સ મારશે તો હું અડધી મૂછ કપાવીને મેદાનમાં ઊતરીશ

તાજેતરમાં પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં 271 રન બનાવ્યા હતા..

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​આર અશ્વિને સ્ટાર ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને એક પડકાર આપ્યો છે. તેણે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, જો ઇંગ્લેન્ડ સામેની આગામી સિરીઝમાં, પૂજારા મોઇન અલી અથવા અન્ય કોઈ સ્પિનર ​​પર ક્રીઝમાંથી બહાર નીકળીને હવામાં શોટ રમશે એટલે કે સિક્સ મારશે, તો તે અડધી મૂછ કપાવીને મેદાનમાં ઉતરશે. અશ્વિને કહ્યું કે આ એક ખુલ્લો પડકાર છે. પૂજારા તેની રક્ષણાત્મક તકનીક માટે જાણીતો છે અને આ માટે તેની પ્રશંસા અને ટીકા કરવામાં આવે છે.

વિક્રમ રાઠોડ સાથેની વાતચીત દરમિયાન અશ્વિને પૂછ્યું, “શું આપણે પૂજારાને -ઓફ સ્પિનરના બોલ પર હવામાં મોટો શોટ રમતા જોશું?” જેના જવાબમાં તેણે જવાબ આપ્યો, “આના પર કામ ચાલી રહ્યું છે.”

તાજેતરમાં પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં 271 રન બનાવ્યા હતા અને ભારત દ્વારા કરવામાં આવેલા સર્વાધિક રનની દ્રષ્ટિએ તે બીજા ક્રમે હતો. ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે.

Exit mobile version