વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની સ્થિતિ ખૂબ નબળી જોવા મળી રહી છે, અને ત્રીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 296 રનની લીડ પણ મેળવી લીધી છે. ત્યારે ભારતની આ સ્થિતિને લઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને જ ભારતના ટીમને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીમ વો એ કહ્યું કે, ભારતે ઓવલ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રવિચંદ્ર અશ્વિનને સ્થાન ન આપીને સૌથી મોટી ભૂલ કરી દીધી છે. કારણ કે ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન તો નંબર વન પર છે જ પરંતુ અશ્વીને ભૂતકાળમાં બેટિંગ કરીને પણ ભારતને અનેક મેચમાં મજબૂત સહારો આપવાનું કામ કર્યું છે.
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમના ચયન બાબતે ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો એ રોહિત શર્મા તેમજ ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ પણ કહી દીધું છે કે મને લાગે છે કેમ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ખોટી ટીમ પસંદ કરી છે.
ઉલ્લેખની છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને શુક્રવારના રોજ કર્યું હતું કે સ્પીનર આ ટેસ્ટ મેચમાં સૌથી મહત્વની ભૂમિકા તો ભજવશે અને અશ્વિને તો પોતાની બેટિંગ સાથે પાંચ સેન્ચ્યુરી મારી છે તેમજ 400થી વધુ વિકેટ પણ લીધી છે એટલે તેમનું આ ટીમમાં સ્થાન હોવું જોઈતું હતું.
