ઓસ્ટ્રેલિયાએ શનિવાર (14 ડિસેમ્બર) થી ગાબા, બ્રિસ્બેન ખાતે યોજાનારી ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. છેલ્લી મેચમાં શાનદાર જીત બાદ આ મેચ માટે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની ટીમમાં વાપસી થઈ છે, જે ઈજાના કારણે એડિલેડ ઓવલમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં હેડલવુડે 5 વિકેટ લીધી હતી.
હેઝલવુડના આગમન સાથે દોઢ વર્ષમાં પ્રથમ મેચ રમનાર ઝડપી બોલર સ્કોટ બોલેન્ડ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો છે. બોલેન્ડે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પાંચ મહત્વની વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું, ‘જોશ પાછો ફર્યો છે અને હવે તેને કોઈ સમસ્યા નથી. તે અને મેડિકલ ટીમ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે.”
ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.