ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી એશિઝ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ લાંબા સમયથી ચાલી રહી છે અને હવે ફરીથી બંને દેશ આ સિરીઝનો ભાગ બનશે.
ઉસ્માન ખ્વાજા પાંચ મેચોની આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે. તેણે ઓગસ્ટ 2019માં ટીમ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને તે એશિઝ શ્રેણીની છેલ્લી મેચ હતી. છેલ્લી એશિઝ શ્રેણી 2-2 થી બરાબર રહી હતી.
તે જ સમયે, ટી-20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલ મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમનાર મિશેલ માર્શને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. પ્રથમ ટેસ્ટ મેચ 8 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થશે. બીજી મેચ 16 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે અને આ મેચ ડે-નાઈટ મેચ હશે, જે પિંક બોલથી રમાશે. જોકે, ઉસ્માન ખ્વાજાને ઓપનર તરીકે નહીં પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઓછામાં ઓછી પ્રથમ બે ટેસ્ટમાં માર્કસ હેરિસ ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કરતા જોવા મળશે.
લેગ સ્પિનર મિશેલ સ્વેપ્સન અને ઝડપી બોલર માઈકલ નેસરની સાથે ઝડપી બોલર ઝાય રિચર્ડસનની પણ પસંદગી કરવામાં આવી છે. વિકેટ-કીપર બેટ્સમેન મેથ્યુ વેડને 15 સભ્યોની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
નેશનલ સિલેક્શન પેનલના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ કહ્યું, “ટેસ્ટ મેચો વચ્ચેના વિરામ પછી, અમે ક્રિકેટની અતિ રોમાંચક ઉનાળાની મોસમમાં મજબૂત ટીમ માનસિકતા બનાવવા માંગીએ છીએ. અમે એશિઝ શ્રેણીના ઘણા પડકારો માટે તૈયાર છીએ.”
Ready, set, #Ashes!
Check out all the details including the Australia A players here: https://t.co/cEJaMO8ru2 pic.twitter.com/Sa7RFS4WxL
— cricket.com.au (@cricketcomau) November 17, 2021
ઓસ્ટ્રેલિયાની ટીમ:
ટિમ પેન (કેપ્ટન), પેટ કમિન્સ, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઈકલ નેસર, જ્યે રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વીપ્સન, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર.

