ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પાકિસ્તાન સામે મંગળવાર (26 ડિસેમ્બર)થી શરૂ થનારી બોક્સિંગ ડે ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે સ્કોટ બોલેન્ડ મેલબોર્નમાં જોવા મળશે નહીં.
મેલબોર્નમાં બોલેન્ડનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2021-22માં ઇંગ્લેન્ડ સામે અહીં રમાયેલી મેચની બીજી ઇનિંગમાં તેણે 7 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જો કે તેમ છતાં બોલેન્ડને ઘણી તકો મળી ન હતી. કારણ કે ટીમમાં કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની ત્રિપુટી છે.
બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (wk), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), નાથન લિયોન, જોશ હેઝલવુડ.
Merry Boxing Day eve to all.
Our gift to you is some #AUSvPAK team news ahead of the MCG blockbuster | @LouisDBCameron https://t.co/4PeJVK3BrM
— cricket.com.au (@cricketcomau) December 25, 2023